સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં લાયસન્સનગર પ્રાથમિક શાળાના તમામ છાત્રો ઉતીર્ણ

- text


મોરબી : સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા દર વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવે છે. જેના દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ-રુચિ વધે તેવા પ્રયત્ન કરવામાં આવે છે.

- text

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલી લાયસન્સનગર પ્રાથમિક શાળામાંથી કુલ 57 વિદ્યાર્તીઓએ આ પરીક્ષા આપી હતી. આ દરેક વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા. જેમાંથી 27 વિદ્યાર્થીઓએ વિશેષ યોગ્યતા (90%) તથા 14 વિદ્યાર્થીઓએ પ્રથમ શ્રેણી (80%) પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળાના આચાર્ય અને શિક્ષકગણ એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

- text