રવાપરના માજી સરપંચના ઘરે પુત્રીજન્મના વધામણાં

- text


મોરબી : રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈના પુત્ર ગૌરવભાઇ અને પુત્રવધુ ભાવિકાબહેનને ત્યાં દીકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. પરિવારજનો દ્વારા દીકરીની આરતી ઉતારી ઘરે દીકરીનું આગમનને વધાવવામાં આવ્યું હતું. તેમજ ઘરમાં રંગબેરંગી ફૂલો અને ફુગ્ગાઓની સજાવટ કરી પુત્રીજન્મની ઉજવણી કરવામાં આવી હતી.

- text