લગ્નના વરઘોડા વખતે ધડાધડ હવામાં ફાયરીગ વીડિયો વાયરલ પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ

- text


એસપીએ તપાસના આદેશ આપતા માળીયા પોલીસે સઘન તપાસ હાથ ધરી : તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવાનો પીએસઆઇએ નિર્દેશ આપ્યો

મોરબી : માળીયાના વાધરવા ગામે એક પરિવારના પુત્રના લગ્ન પ્રસંગ દરમિયાન નીકળેલા વરઘોડામાં રાયફલ જેવા હથિયારોમાંથી ધડાધડ હવામાં ફાયરીગ થયું હોવાનો વીડિયો વાયરલ થયો હતો.આ વીડિયોમાં વરરાજા સહિત સાત જેટલા લોકો દેશી રાયફલ જેવા હથિયારોથી બિન્ધાસ્ત રીતે હવામાં ફાયરીગ કરતા જોવા મળે છે.આ સરા જાહેર ફાયરીગનો વીડિયો વાયરલ થયા બાદ એસપીએ આ બનાવની સઘન તપાસ કરવાના માળીયા પોલીસને આદેશ આપ્યા હોવાનું જાણવા મળે છે તેથી માળીયા પોલીસે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.

- text

માળીયા તાલુકાના વાધરવા ગામ રહેતા એક પરિવારના પુત્રનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાનું ફુલેકુ અને વરઘોડા નીકળ્યો હતો.ત્યારે વરરાજા સહિત આશરે સાત જેટલા લોકોએ રાયફલ જેવા દેશી હથિયાર વડે સરા જાહેર ઘડાઘડ ફાયરીંગ કર્યાનો વિડિયો વાયરલ થયો હતો.આ વીડિયોમાં વરરાજા તથા છ થી સાત લોકો દ્વારા લગ્ન પ્રસંગમાં ફુલેકા અને ફેરા વખતે રાઈફલ જેવા દેશી જોટા હથિયારોમાંથી સરાજાહેર હવામાં ફાયરીંગ કર્યું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.લગ્ન પ્રસંગના વરઘોડામાં સરા જાહેર હવામાં ફાયરીગ થયાનો વીડિયો સોશ્યલ મીડીયામા વાયરલ થતા ભારે ચકચાર મચી ગઇ છે.લગ્ન પ્રસંગના વરઘોડામાં પરંપરાના નામે કરવામાં આવેલું ફાયરીગ એ કાયદો અને વ્યવસ્થાનો સરેઆમ ભંગ હોય આ બનાવનો વીડિયો વાયરલ થતા જિલ્લા પોલીસ વડાએ માળીયા પોલીસને સમગ્ર બનવની તપાસ કરવાના આદેશ આપ્યા હોવાનું જાણવા મળે છે.જેના પગલે માળીયા પોલીસે આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે.આ અંગે માળીયા પીએસઆઇ વાણીયાએ જણાવ્યું હતું કે ,આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર ઘટનાની સઘન તપાસ ચાલી રહી છે અને પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

- text