મોરબી : સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશનનું લોન્ચિંગ, પોલીસ સેવાની તમામ માહિતી મળશે

- text


રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસની તમામ કામગીરીની ડીઝિટલાઈઝેશન કરાયું

મોરબી : ગૃજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની તમામ પોલીસને કામગીરીનું ડીઝીટલાઇઝેશન કરવામાં આવ્યું છે અને આ માટે ગૃહ વિભાગ દ્વારા પોલીસની તમામ કામગીરીની નાગરિકોને માહિતી મળી રહે તે માટે સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશનથી રાજ્યના નાગરિકોને પોલીસની તમામ કામગીરીની માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે.

- text

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લોન્ચિંગ કરાયેલી સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન અંગે વિસ્તૃત માહિતી આપતા મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ એપ્લિકેશનથી રાજ્યના નાગરિકોને ગુજરાત પોલીસની તમામ કામગીરીની માહિતી મળી શકશે. નાગરિકોને પાલિકાની કોઈપણ સેવાની માહિતી લેવી હોય જેવી કે પોલીસ સ્ટેશન, ડ્રાઇવર વિશેની માહિતી તેમજ એનઓસી લેવી હોય, એફઆઈઆરની કોપી, ગુમ થયેલાની માહિતી આપવી હોય તેમજ આવી પોલીસને લગતી કોઈપણ સેવા લેવી હોય કે માહિતી લેવી હોય તો એપ્લિકેશનમાં સૌથી પહેલા લોગીંગ કરી પાસવર્ડ નાખી યુઝરનેમ મળશે. જેના આધારે રાજ્યના કોઈપણ ખૂણે બેસીને નાગરિકો પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની અરજી કરી શકશે.પોલીસ વેરિફિકેશનના સર્ટિફિકેટ માટે પણ અરજી કરી શકાશે. ઘરે નોકર રાખ્યો હોય તો એના વેરિફિકેશન માટે પણ માહિતી મેળવી શકાશે. ભાડુઆતની નોંધણી પણ થઈ શકશે. પોલીસની અલગ અલગ અલગ 15 સેવાઓ આ નવી એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે. ગુજરાત પોલીસ આજના ડીઝીટલ યુગમાં તમામ પોલીસ સેવાનું ડીઝીટલાઝેશન કરવા તરફ આગળ વધી છે. હમણાં જ ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અમલી બનાવવામાં આવ્યો છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં લોકોને ઘરે બેઠા પોલીસની સેવા મળી રહે તેવા ડીઝીટલાઇઝેશના પ્રયાસો કારશે તેવું તેમણે જણાવ્યું હતું.

- text