રાતીદેવળી ગામે બીજા લગ્ન કરવા મામલે થયેલી બબાલના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ

- text


બન્ને પક્ષે એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી ગામે પરિણીતાએ બીજા લગ્ન કરતા થોડા દિવસો પહેલા તેના પતિ અને પૂર્વ સાસરિયા વચ્ચે બબાલ થઈ હતી. જેમાં આ પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પૂર્વ સસરિયોઓ સામે ફરિયાદ અગાઉ નોંધાયા બાદ પૂર્વ સાસરિયાઓએ આ બનાવની તેમની સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હસમુખભાઇ ઉફૅ કાળુભાઈ મલાભાઇ વોરા (ઉ.વ.૨૬, રહે. રાતીદેવળી, તા. વાંકાનેર) વાળાએ જીતેન્દ્રભાઇ વસંતભાઇ વોરા (ઉ.વ. ૨૮, વાંકાનેર, નવાપરામાં ગીતાબેનના મકાનમાં ભાડેથી, મુળ ગામ રાતીદેવળી, તા.વાંકાનેર) તથા વસંતભાઈ ખેંગારભાઈ વોરા (રહે. રાતીદેવળી, તા. વાંકાનેર) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૮ના રોજ રાતીદેવળી ગામે બનેલા આ બનાવમાં આરોપી જીતેન્દ્રભાઇ વસંતભાઇ વોરાએ હાલની પત્ની ભારતીબેન પહેલા ફરીયાદીના પરીવારમાં સાસરે હતી ત્યાંથી છુટાછેડા થતા આરોપી જીતેન્દ્રભાઇએ ભારતીબેન સાથે લગ્ન કરતા અને ફરીયાદીના ઘર પાસે માતાજીના મઢે પગે લાગવા આવતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text