વિચરતા સમુદાય માટે મોરબી અને ટંકારામાં આધાર કાર્ડ કઢાવવા કેમ્પ યોજાશે

- text


મોરબી : વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાની રજુઆતને ધ્યાનમાં રાખીને ગત તા. 03/01/2020ના રોજ મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની અધ્યક્ષતામાં મોરબી જિલ્લાની વિચરતી જાતિઓના પેન્ડિંગ કામો માટે VSSM સાથે બેઠક યોજી હતી. જેને અનુલક્ષીને આધારકાર્ડ કઢાવવા માટે પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને કલેકટર સાહેબના હુકમથી આગામી તા. 24/01/2020 શુક્રવાર અને તા. 25/01/2020 શનિવારના રોજ મોરબીમાં વિચરતી વિમુક્ત જાતિઓ માટે સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ટંકારા તાલુકામાં તા. 07/02/2020 શનિવારના રોજ આધારકાર્ડ માટેના તમામ પ્રકારની કામગીરીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text