મોરબીની આર. ઓ. પટેલ કોલેજની વિદ્યાર્થીનીનો B.Com Sem-5ની પરીક્ષામાં તૃતીય ક્રમાંક

- text


મોરબી : મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટિબેન સુનિલભાઈએ યુનિવર્સિટી કક્ષાએ કુલ 22,000 વિદ્યાર્થીનીઓમાંથી તૃતીય ક્રમાંક મેળવી સંસ્થા અને કોલેજનું નામ સમગ્ર મોરબી જિલ્લામાં રોશન કરેલ છે. વધુમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ ટોચની 100 વિદ્યાર્થીઓમાંથી આ કોલેજની 86 વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલ છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન આશરે ૧૪૦ કોમર્સ કોલેજોમાંથી આ કોલેજનો બીજો નંબર આવેલ છે. જે બદલ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર કોલેજ પરિવારને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવેલ છે.

- text