ટંકારાના વિરવાવ ગામે 136 ઈંગ્લીશ દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપાઇ

- text


ઉત્તરાયણ સંદભે ટંકારા પોલીસે ખાસ દારૂની ડ્રાઈવ હાથ ધરી

ટંકારા : ઉત્તરાયણના તહેવારના સંદભે દારૂની બદી નાબૂદ કરવા માટે ટંકારા વિસ્તારમાં ટંકારા પોલીસે ખાસ ડ્રાઈવ કરી હતી અને ટંકારા તાલુકાના વિરવાવ ગામે દારૂની રેડ પાડીને 136 ઈંગ્લીશ દારૂ ભરેલી ઇકો ગાડીને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ આગામી દિવસોમાં આવતા મકરસંક્રાંતિનો તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટે પ્રોહીબિશનની બદીને નાબૂદ કરવાની સૂચના આપતા ટંકારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.બી.બગડા અને સ્ટાફના મહમદ ઉસ્માન બ્લોચ, માવાભાઈ ધ્રાંગા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિક્રમભાઈ કુંગસીયા, વિશ્વરાજસિંહ જાડેજા, રમેશભાઈ ચાવડા, પ્રવીણભાઈ મેવા સાહિતનાએ બાતમીના આધારે ટંકારાના વિરવાવ ગામે દારૂની રેડ કરી હતી. જેમાં પોલીસે વિરવાવ ગામના પાદરમા આવેલ ખુલ્લા વાડામાં રહેલી આરોપી અજયસિંહ હેમુભા જાડેજાના કબ્જાવાળી ઇકોગાડીમાંથી 136 બોટલ ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો હતો અને ઇકો ગાડી તથા ઈંગ્લીશ દારૂ મળીને કુલ રૂ.2.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ અંગે આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text