મોરબી : નવયુગ કોલેજ દ્વારા સ્પોર્ટસ ફેસ્ટીવલ યોજાયો

- text


મોરબી : નવયુગ કોલેજ – વિરપર ખાતે સ્પોર્ટસ ફેસ્ટીવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેને મોરબી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારીઓ અને 181- અભયમની ટીમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રમતોત્સવમાં 15થી વધારે રમતોમાં કોલેજના સ્ટુડન્ટએ ભાગ લીધો હતો. કોલેજના સ્ટુડન્ટ દ્વારા જ ફુડ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધુ વાનગીઓને 10 સ્ટોલ પર રાખવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ સ્ટુડન્ટ અને અધ્યાપકોની ટીમ એ જહેમત ઉઠાવી હતી.

- text