ખરેડા ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી મારતા એકનું મોત

- text


મોરબી : મોરબીના ખરેડા ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી મારી જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું.

- text

મોરબી તાલુકાના ખરેડા ગામ પાસે ગઈકાલે રાતના સમયે ખરેડા ગામમાં રહેતા રાજુભાઈ છગનભાઇ બજાણીયા (ઉ.વ. 24) ટ્રેક્ટર લઈને વાડીએ જતા હતા, તે વખતે અજાણ્યા કારણોસર ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું. તેના કારણે યુવક ટ્રેક્ટર નીચે દબાઈ જતા યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text