વાંકાનેરના લાલાપર ગામ પાસે ટીઆરબીના જવાન ઉપર હુમલો

- text


અગાઉ ચેપ્ટર કેસ કર્યાનો ખાર રાખીને બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતાં અને વાંકાનેરમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતાં ઈમ્તિયાઝભાઈ અબ્દુલભાઇ કડીવાર ઉપર તેના જ ગામના બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેઓને ઇજાઓ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં .

- text

વાંકાનેરના ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ઈમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ કડીવારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લીંબાળા ગામના કાનો છેલાભાઇ કાટોળીયા અને મનીષ ઉર્ફે મુન્નો છેલાભાઇ કાટોળીયા સામે ફરીયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલાં ફરીયાદીનો ભાઈ જુબેર બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે મનિષ ઉર્ફે મુન્નો કાટોળીયા બાઈકમાં કળબનો ભારો લઈને સામેથી આવતો હતો અને તેનું બાઇક જુબેરને સાથે અથડાતાં પોલીસમાં અરજી કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ દ્વારા તેમના પર ચેપ્ટર કેસ કરી કાર્યવાહી કરેલ જેનો ખાર રાખીને બન્ને આરોપીઓએ લાલપર ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે ફરિયાદી બાઈકમાં જતા હતાં ત્યારે આરોપીઓ રીક્ષામાં આવી ફરિયાદી પર આરોપીએ હાથમાં પહેરેલ કળું અથવા લાકડાનું બડીકું જમણાં ગાલ પર મારી બંને આરોપીઓએ ફરિયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો. હાલમાં વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ પર આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- text