ટંકારા તાલુકાના શિક્ષકોએ વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ સાથે કર્યા ધરણા

- text


પેન્શન યોજના ફરીથી શરૂ કરવી, 4200 ગ્રેડ પે, બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુક્તિ , 7માં પગારપંચ મુજબના અન્ય ભથ્થાઓ જાહેર કરવા સહિતની માંગ

ટંકારા : ટંકારા તાલુકામાં પ્રાથમિક શિક્ષકોના વિવિધ માંગણીઓને લઈને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય શિક્ષક સંઘના આદેશ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સુચના અન્વયે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ટંકારા તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન, ઉપપ્રમુખ કૌશિકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મણીભાઈ કાવર સંઘના સદસ્યો બીઆરસી કલ્પેશભાઈ ફેફર ,જયેશભાઈ પાડલીયાએ ઉપસ્થિત રહી શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે મામલતદારને ધરણા કરી આવેદનપત્ર આપ્યું હતું જેની મુખ્ય માંગો જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવી, 4200 ગ્રેડ પે, બી.એલ.ઓ.ની કામગીરી માંથી મુક્તિ , સાતમા પગારપંચ મુજબના અન્ય ભથ્થાઓ જાહેર કરવા સહિતની હતી. હવે પછી જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્ર કક્ષાએ ધરણાયોજી વ્યાજબી માંગણીઓ માટે લડત આપવામાં આવશે તેમ સંઘના હોદેદારોએ જણાવ્યું હતું.

- text