મોરબીના મકરાણીવાસમાં દંપતી દાઝી જતા રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ

- text


મોરબી : મોરબીના મકરાણીવાસમાં સ્ટવ પર ચા બનાવતી વખતે દાઝી ગયેલ પત્નીને બચાવવા જતા પતિ પણ દાઝી ગયા હતા. દંપતીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મોરબીના મકરાણીવાસ વિસ્તામાં રહેતા રીક્ષાચાલક શબ્બીરભાઈ મામદભાઈ બ્લોચ (ઉ.વ. 60)ના પત્ની યાસ્મિનબેન શબ્બીરભાઈ બ્લોચ (ઉ.વ. 58) ગઈકાલે તા. 29 નવેમ્બરના રોજ રાત્રે 9 કલાકની આસપાસ ઘરે સ્ટવ ઉપર ચા બનાવી રહ્યા હતા. ત્યારે અચાનક ભડકો થતા યાસ્મિનબેન દાઝી ગયા હતા. તેમને બચાવવા માટે શબ્બીરભાઈ યાસ્મિનબેનની નજીક જતા યાસ્મિનબેનએ બાથ ભરી લેતા શબ્બીરભાઈ પણ દાઝી ગયા હતા. જેથી, દંપતીને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બંનેની સ્થિતિ નાજુક જણાતાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

પ્રાપ્ત વિગત મુજબ દંપતીને સંતાનમાં ચાર દીકરીઓ અને બે દીકરાઓ છે. તેમજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ એચ. એમ. ચાવડાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text