હાર્દિક પટેલ હવે સમાનતા અને સુચારુ સામાજિક વાતાવરણ જળવાઈ તે માટે ત્રિરંગા યાત્રા કાઢશે

- text


મોરબીમાં આવેલા હાર્દિક પટેલે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી પાસના કાર્યકરો સાથે કરેલી મિટિંગમાં જાહેરાત કરી

મોરબી : મોરબીમાં આજે આવેલા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે મોરબીના ગાળા ગામે યોજાયેલા રાંદલ ઉત્સવમાં હજારી આપી હતી. બાદમાં સ્થાનિક પાસના અગ્રણી મનોજભાઇ કાલરીયાના નિવાસસ્થાને પાસના કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લઈને તેમની સાથે મીટીંગ કરી હતી.જેમાં તેમણે આગામી સમયમાં ગુજરાતમાં સમાનતા અને સુચારુ સામાજિક વાતાવરણ જળવાઈ રહે તે માટે ત્રિરંગા યાત્રા કાઢવાનું જણાવ્યું હતું.

હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં તેઓ મોરબી એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી સ્થાનિક પાસના કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાતે આવ્યા હોવાનું જણાવી હતું. તેમને પોતાની આગામી રણનીતિ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સમાનતા અને સોહાર્દભર્યું સામાજિક વાતાવરણ જળવાઈ રહે તે માટે ટુક સમયમાં ત્રિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરાયું છે. અને તિરંગા યાત્રાનું એક દિવસ મોરબીમાં રોકાણ કરશે. સમગ ગુજરાતમાં 100થી વધુ બુલેટ લઈને ત્રિરંગા સાથે ગામડે ગામડે ફરીને ખેડૂતો સહિત લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવીશું. જેમાં ટ્રાફિકના નવા નિયમો આવ્યા છે તેનાથી લોકો પરેશાન છે. તે સમગ્ર બાબત અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાશે

- text

એમણે 2014થી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી અને પાટીદાર અનામત આંદોલનના ઉદય અને તેની પછીની ઘટનાઓ તેમજ રાજકીય ગતિવિધિઓ ટાંકીને કહું હતું કે,એક વાત સ્પષ્ટપણે સાચી છે કે,ખેડૂતો પાક વીમા અને સિંચાઈ સહિતના પ્રશ્ને સરકાર સામે નારાજ છે અને મોરબીના ઉધોગોની વાત લઈએ તો કેટલીક નીતિઓના કારણે ઉધોગો પણ પરેશાન છે. તેથી ગુજરાતમાં ક્યાંકને ક્યાંક જન આંદોલન બહાર આવે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ભલે વરસાદ સારો થયો હોય પણ સરકારની નીતિઓને કારણે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ હોવાથી ગુજરાતમાં ઉકળતો ચરુ છે .મોરબીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાનોમાં ભલે કોંગ્રેસનું શાસન હોય પણ ઉચ્ચકક્ષાએ ભાજપનું શાસન હોય અને તેમના હસ્તક જ સર્વોચ્ચ સતા હોય લોકોને સુવિધાઓ આપવી હોય તો ગાંધીનગરથી પરિવર્તન કરવું જોઈએ. હાર્દિકે ભાજપ જાણી જોઈને મોરબીના સ્થાનિક કોગેસ શાસકોને સાથ સહકાર ન આપીને પ્રજાને ગુમરાહ કરતું હોય અને નવા ટ્રાફિકના નિયમો મુદે પણ આકરી ઝાટકણી કાઢી હતી.

- text