મોરબીમાં નટરાજ ફાટક પાસે સાયકલમાંથી પડી જતા આધેડનું મોત

- text


મોરબી : નટરાજ ફાટક પાસે આધેડ વયના ભીખાભાઈ રામજીભાઈ મકવાણાનું સાયકલમાંથી પડી જતા મૃત્યુ થયું હતું. જેના અનુસંધાને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના પાવર હાઉસ પાછળના રહેવાસી ભીખાભાઈ રામજીભાઈ મકવાણા નામના આધેડ ગઈકાલે સવારે પોતાની સાયકલ લઈને નટરાજ ફાટક પાસેથી જતા હતા ત્યારે અચાનક પડી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text