મોરબીના રાજપર (કુંતાસી) ગામે ટીસી પર વીજળી ત્રાટકતા અનેક વીજ ઉપકરણો બળી ગયા

- text


ગામલોકોના ટીવી, ફ્રીજ, પંખા સહિતના વીજ ઉપકરણોને ભારે નુકસાની

મોરબી : મોરબીના રાજપર (કુંતાસી) ગામે ગતરાત્રીના સમયે ટીસી પર વીજળી પડી હતી. જેને પગલે ગામમાં વીજ પીરવઠો ખોરવાઈ ગયો હતો અને ગામલોકોના ટીવી,ફ્રીજ, પંખા સહિતના વીજ ઉપરકરણો બળી ગયાનું જાણવા મળ્યું છે.

- text

મોરબીમાં મેઘરાજનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને વરસાદ ખાબક્યો છે.ત્યારે મોરબીના રાજપર (કુંતાસી) ગામે ટીસી પર વીજળી પડી હોવાના અહેવાલો મળ્યા છે,સદનસીબે વીજળી પડવાની ઘટનામાં જાનહાની ન થયાનું જાણવા મળે છે.આ અંગે ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ રાજપર (કુંતાસી) ગામે ગતરાત્રે ટીસી પર વીજળી ત્રાટકી હતી.જેને પગલે ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ગામલોકોને ટીવી, ફ્રીજ, પંખા સહિતના વીજ ઉપરકરણો બળી જતા ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

- text