જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા ટંકારાના પ્રતીક આચાર્ય

- text


ટંકારા : દરિદ્ર દેવો નમ:ના સુત્રને સાર્થક કરતા ટંકારાના પ્રતીક આચાર્યે એમના જન્મ દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી.

નાની વયે મોટુ નામ ધરાવતા અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા ટંકારાના પ્રતિક આચાર્ય (લાલાભાઈ)નો તારીખ 1/9/2019ના રોજ જન્મદિવસ હતો. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી ગરીબ બાળકો અને જરૂરીયાતમંદ લોકો સાથે કરી હતી. ટંકારાના સામાજિક કાર્યકર સિધ્ધિવિનાયક ગુપના લિડર અને શિવ ફાઈનાન્સ અને પોલીસકર્મીના પુત્ર લાલાભાઈના હુલામણા નામથી ઓળખાતા પ્રતિક આચાર્યનો જન્મદિવસ અન્ય યુવાનોને પ્રેરણા આપે તેવી રીતે ઉજવાય છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા આ યુવાને જન્મ દિવસની ઉજવણી જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોની પેટની જઠરાગ્નિ ઠારી કરી હતી. તેમજ આ પરીવાર વચ્ચે જ સમય પસાર કર્યો હતો. લાલાભાઈના મિત્રો દ્વારા તેના મો નં 9913533185 પર શુભેચ્છાનો અવિરત ધોધ વહાવ્યો હતો અને તેમણે કરેલા આ કાર્યની પ્રસંશા કરી બિરદાવ્યું હતું.

- text