મોરબીને મહાનગરપાલિકા બનાવવા વડાપ્રધાનને રજુઆત

- text


રોડ રસ્તાઓ, હોસ્પીટલો, રિવર ફ્રંટ, બાગ બગીચાઓ, શાળા કોલેજો, એરપોર્ટ, સારી સરકારી ઓફિસ, ભવનો સહિતનો વિકાસ ઝંખતા શહેરીજનો

મોરબી : 15મી ઓગસ્ટ 2013ના રોજ મોરબીને જિલ્લો બનાવાયો હતો. હવે મોરબી શહેરને મહાનગરપાલિકા મળે તે ખુબજ જરૂરી અને આવશ્યક છે. મોરબી શહેરની અત્યારે અત્યંત દયજનક હાલત છે. મોરબીને પણ અમદાવાદ અને સુરતની જેમ સારા રોડ રસ્તાઓ, હોસ્પીટલો, રિવર ફ્રંટ, બાગ બગીચાઓ, શાળા કોલેજો, એરપોર્ટ, સારી સરકારી ઓફિસ, ભવનો અને વીકાસ જોવો છે. તેવી રજુઆત મોરબીના સામાજિક આગેવાને વડાપ્રધાનને કરી છે.

મોરબીના ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજેશ એ.અરણીયાએ વડાપ્રધાનને રજુઆતમાં જણાવ્યું કે મોરબી આર્થિક રીતે તો સધ્ધર થયુ છે પણ વિકાસની દ્રષ્ટિએ વંચિત રહી ગયુ છે. જેવી રીતે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો કાશ્મીર છોડીને જતાં રહ્યા હતા તેમ મોરબી શહેરના શહેરીજનો પણ રાજકોટ કે અમદવાદ જતાં રહેશે કેમકે મોરબી શહેરમાં જ્યાં જોવો ત્યાં ખુલ્લી ગટરો, તૂટેલા રસ્તાઓ, આડેધડ બાંધકામ, કચરાના ઢગલાઓ, ટ્રાફિફ ની સમસ્યાઓ, નાના નાના રોડ, નગરપાલિકામાં અંણધાર્યો વહીવટ, બેફામ સરકારી કચેરીમાં ભસ્ટ્રચાર, જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર, આરોગ્યની અપૂર્તિ સુવિધાઓ વગેરે સમસ્યાથી શહેરીજનો પીડાય છે.

- text

2018માં આખા ભારતમાં આરબીઆઇ બૅન્કના રિપોર્ટ અનુસાર સૌથી વધુ માથા દીઠ આવક મોરબી શહેરની હતી. મોરબી જિલ્લાની કુલ વસ્તી આશરે 10 લાખથી વધુ છે મોરબી શહેર સિરામિક સિટિ તરીકે ઓળખાય છે. મોરબી શહેર વિશ્વમાં સિરામિક મેન્યુફેક્ચરિંગમાં ત્રિજુ સ્થાન ધરાવે છે. જે ચાઇનાને સીધી ટક્કર આપે છે. અને 6 લાખ લોકોને પ્રત્યક્ષ અને 3 લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગારી આપે છે. જે મેક ઇન ઇન્ડિયાનું સપનું પૂરું કરે છે.

મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર 35000 હજાર કરોડ કરતાં પણ વધારે છે અને 10 હજાર કરોડ કરતાં પણ વધુ એક્સપોર્ટ કરે છે. અને સિરામિક ટર્નઓવર 2025 સુધીમાં 80 હજાર કરોડ સુધી પહોચડવાનું લક્ષ્ય છે. અને 2025 સુધીમાં ચાઇનાને પાછળ રાખીને પહેલા સ્થાન પર આવવાના લક્ષ્ય સાથે આગળ વધે છે.

મોરબી શહેરમાં 1979 મચ્છુ નદીમાં હોનારત આવેલું હતું. તેની જૂની યાદો હમણાં 12 ઓગસ્ટે મોરબી શહેરમાં જયારે ફક્ત 10 ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે તાજી થઈ ગઈ હતી કેમ કે બધા વોકળા જ્યાં પાણીનો નિકાલ થતો હતો. ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરીને બધા વોકળા બુરાઈ ગયા હતા અને પાણી યોગ્ય નિકાલ થઈ શકયો ના હતો. જો હવે મોરબી શહેર મહાનગરપાલિકા બને તો ભૌગોલિક દ્રષ્ટિએ યોગ્ય આયોજન કરીને વિકાસની મુખ્યધારામાં જોડાશે. મોરબી શહેરને મહાનગરપાલિકા બનાવવાંમાં આવે તેવી પ્રબળ માંગ છે.

- text