મકનસર અને ઢૂવા વચ્ચે ટ્રેન હડફેટે અજાણ્યા યુવકનું મોત

- text


વાંકાનેર : મકનસર અને ઢૂંવા વચ્ચે ટ્રેન હડફેટે અજાણ્યા યુવકનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ યુવકની શોધખોળ આદરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મકનસર અને ઢુવા રેલ્વે ટ્રેક વચ્ચે આજે એક યુવકનું ટ્રેનની ઠોકર વાગતા મોત થયું છે. આ યુવકે શરીરે બ્લેક પેન્ટ પહેરેલ છે. તેની ઉમર આશરે 30 વર્ષ જેવી જણાઈ આવે છે. હાલ પોલીસે બનાવની નોંધ કરીને યુવકના વાલી વારસની શોધખોળ આદરી છે. જો કોઈને આ યુવક વિશે જાણકારી હોય તો તેઓને વાંકાનેર રેલવે હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ચુડાસમા મો.નં. 9426996437 ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.

 

- text