મોરબી : 10 ફૂટ ઊંચી અને પાયા વગરની દિવાલ પડી ત્યારે મોટા ભાગના ઝૂંપડામાં સુતા હતા

- text


મોરબીમા દિવાલ પડતા મૃત્યુ પામનાર માંથી મોટાભાગના લોકો મૂળ એમપીના : છેલ્લા 8 વર્ષથી અહીં સ્થાયી થયા હતા

મોરબી : મોરબી બાયપાસ પાસે મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં આજે દિવાલ ધરાશાયી થતા ઝૂંપડામાં રહેતા 8 લોકોના મોત નિપજયા હતા. આ મૃતકોમાં મોટાભાગના મૂળ મધ્યપ્રદેશના હતા. તેઓ છેલ્લા આઠ વર્ષથી અહીં સ્થાયી થયા હતા. ઉપરાંત આ દુર્ઘટનામા ચાર લોકોને ઇજા પણ પહોંચી હતી. હાલ તેઓ સારવારમા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના બાયપાસ રોડ વિસ્તારમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં ભારે વરસાદના પગલે એક મહાકાય 10 ફૂટની દીવાલ ધરાશાયી થઇ હતી. આ દીવાલને અડીને આવેલા ચાર જેટલા ઝૂંપડામાં અંદર રહેલા અનેક લોકો દીવાલ માથે પડતા દબાઈ ગયા હતા. છેલ્લે મળતી માહિતી મુજબ આ દુર્ઘનાટમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. જેમાં તેજલ સોનુભાઈ ખરાડી ઉ.13, અક્લેનભાઈ શેનૂભાઈ ખરાડી ઉ.14, લલીતાબેન શેનૂભાઈ ખરાડી ઉ.16, કસમાબેન શેનૂભાઈ ખરાડી ઉ.30, વિદેશભાઈ ડામોર ઉ.20, આશાબેન પુંજાભાઈ આંબાલિયા ઉ.15, કલિતાબેન વિદેશભાઈ ડામોર ઉ.19 અને કાળીબેન અબ્બુભાઈ ઉ.18નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ દુર્ઘટનામા મિકલે અખલેશભાઈ અમલીયારા ઉ. 22, નિરુબેન તોલીયાભાઈ અમલીયારા ઉ.21, રેખાબેન રાજેશભાઇ અમલીયારા ઉ.20 અને અજય સેનુભાઈ ખરાડી ઉ.9ને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતું વિગત પ્રમાણે દુર્ઘટના સમયે મોટાભાગના સુતા હતા. ઉપરાંત આઠ લોકોનો ભોગ લેનાર 10 ફૂટની દીવાલમા પાયા જ ન હતા.

ઉલ્લેખનીય છે કે મૃતક સહિતનાં અહીં વસતા પરિવારો મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના થાનલા તાલુકાના છે. તેઓ અહીં છેલ્લા આઠ વર્ષથી સ્થાયી થયા હતા. અહીં કુલ 15 થી વધુ ઝૂંપડાઓમાં 30 થી વધુ લોકો રહેતા હતા.

- text

- text