વાંકાનેરના ચકચારી ફડાકાકાંડમાં જીતુ સોમાણીની ધરપકડ

- text


મોરબી : વાંકાનેરની સરકારી હોસ્પિટલના તબીબને થોડા દિવસો પહેલા ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ ફડાકા મારી દીધો હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાંથી વૃદ્ધોને પેન્શન માટે ઉંમરનું પ્રમાણપત્ર કઢાવવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિક ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ આ હોસ્પિટલમાં ધસી આવીને હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો.જયદીપભાઈ ગોસાઈને ફડાકા ઝીંકીને હુમલો કર્યો હતો. ત્યાર બાદ આ બનાવ અંગે તબીબે ભાજપ અગ્રણી સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

- text

જીતુભાઇ સોમાણીએ આ ઘટના મામલે આગોતરા જામીન માટે મોરબી કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને સેકન્ડ એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સી.જી.મહેતા દ્વારા નામંજૂર કરવામાં આવી હતી બાદ વાંકાનેર સીટી પોલીસ મથકે આજે સવારે જીતુભાઈ સોમાણીની ધરપકડ કરવામાં આવી હતી જેને યોગ્ય કાર્યવાહી બાદ વાંકાનેરની કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટ દ્વારા જીતુભાઈ સોમાણીના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.

- text