મોરબી : લાતીપ્લોટમાં અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આગ લાગી

- text


મોરબી : મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે હાલ આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી છે.

મોરબી લાતીપ્લોટ 2-3ની વચ્ચે આવેલા અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનના ઉપરના માળે લાગેલી આગથી થોડી જ વાર માટે ધુમાડાના ગોતે ગોટા નીકળતા અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. જયારે ગોડાઉનમાં કામ કરતા લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાની થઇ નથી. તેમજ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન છે. અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પેહલા ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની થતા અટકી ગઈ હતી.

- text

- text