મોરબી : ચાર મહિના બાદ અંતે કાલે પાલિકાનું બજેટ બોર્ડ મળશે

- text


ચાર મહિના પૂર્વે લોકસભાની ચૂંટણી જાહેર થતા જનરલ બોર્ડ રદ થયું ‘તું : બજેટ મંજુર કરવા સહિતના 12 એજન્ડાઓનો સમાવેશ

મોરબી : મોરબી પાલિકાની સામાન્ય સભા ચાર માસ બાદ અંતે આવતીકાલે કાઉન્સિલ હોલમાં સાંજે 4 વાગ્યે મળવાની છે. જો કે ચાર મહિના પૂર્વે લોકસભાની ચૂંટણીની જાહેરાતનું વિઘ્ન નડી જતા સામાન્ય સભા રદ કરવી પડી હતી. કાલની સમાન્ય સભામાં જુદા જુદા 12 એજન્ડાઓ સમાવવામાં આવ્યા છે. આ સામાન્ય સભામાં વર્ષ 2019-20ના બજેટને પણ મંજુરી માટે રજૂ કરવામાં આવનાર છે.

મોરબી નગરપાલિકાની સામાન્ય સભા ગત તા. 14 માર્ચના રોજ બોલાવવામાં આવી હતી. જો કે તે સમયે લોકાસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતા અંગે જિલ્લા કલેકટરનું માર્ગદર્શન માંગતા બેઠકને મંજૂરી ન મળી હતી. જેથી આ સામાન્ય સભા આવતીકાલે તા. 9ને મંગળવારે બપોરના 4 કલાકે પાલિકાના કાઉન્સિલ હોલમાં રાખવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે ગત જનરલ બોર્ડમાં પાલિકાની જૂની કમિટીઓનું વિસર્જન કરીને નવી કમિટીની રચનાં કરવાની હતી જેને લઈને કાનૂની જંગ છેડાયો હતો અને અંતે હાઇકોર્ટમાંથી નવી કમિટીની રચના કરવા માટે મંજૂરી મળી ગઈ હતી જેથી નવી કમિટીઓની રચનાં કરી દેવામાં આવી હતી. જો કે, આ બેઠકમાં ભાજપના સભ્યો દ્વારા વોકાઉટ કરવામાં આવ્યું હતું. તેમ છતાં કોંગ્રેસ શાસિત પાલિકામાં કોંગ્રેસના સભ્યો દ્વારા ત્રિમાસિક ખર્ચની મંજુરી સહિતના એજન્ડાઓને પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા.

- text

આવતીકાલે મળનાર જનરલ બોર્ડમાં વર્ષ 2019-20ના બજેટને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત મનોરંજન કરની દરખાસ્ત મોકલવી, સ્વર્ણિમ યોજનાની નવી ગ્રાન્ટનો ખર્ચ મંજુર કરવો, ભગર્ભ ગટરના કામનો ખર્ચ મંજુર કરવો, રોડ રસ્તાના મંજુર થયેલા કામોનો ખર્ચ મંજુર કરવો, વ્યવસાય વેરા ગ્રાન્ટ 2017/2018 તથા ભારે વરસાદે રસ્તાના નુકશાની ગ્રાન્ટના કામો નક્કી કરવા, પેનલ એડવોકેટની કામગીરી સંતોષકારક ન હોય તેમની જગ્યાએ અન્યની નિમણૂક કરવી સહિતના મુદ્દાઓ એજન્ડામાં સમાવવામાં આવ્યા છે. હાલ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના 26-26 સભ્યો છે. ત્યારે એજન્ડાઓને મંજુર કરવામાં ભારે રસાકસી સર્જાય તેવી સ્થિતિ જન્મી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text