પોલીસ હેડક્વાર્ટર પાસે થયેલી યુવાનની હત્યામાં મહિલા સહિત વધુ ચારની ધરપકડ

- text


અત્યાર સુધીમાં ધરપકડ થયેલા આરોપીઓનો કુલ આંક 12 પર પહોંચ્યો

મોરબી : મોરબી નજીક મકનસર ગામ પાસે બની રહેલા નવા પોલીસ હેડક્વાર્ટરની સાઇટ પર એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવમાં હત્યાનો ગુન્હો નોંધાયા બાદ એક પોલીસ કર્મી, જીઆરડીના જવાન સહિત કુલ આઠ આરોપીની ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસ દરમ્યાન એક મહિલા સહિત ચાર આરોપીના નામ ખુલતા પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે.

મોરબી તાલુકા પો.સ્ટેની હદમાં આવેલા મકનસર ગામ પાસે નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટરની સાઇટ પરથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃત્યુ પામેલ યુવકને માર મરાતો હોવાનું નજરો નજર જોનાર હેડક્વાર્ટર બાંધકામ કોન્ટ્રાક્ટર રાકેશ છોટાલાલ રાઠોડની ફરિયાદને આધારે તપાસ કરતા એક પોલીસ કર્મી તેમજ પાંચ જી.આર.ડી. જવાનો સહિત નામજોગ જ્યારે અન્ય લોકો સામે યુવાનને માર મારી મોત નિપજાવવાનો ગુન્હો નોંધાયો હતો.

આ બનાવમાં તાલુકા પોલીસની તપાસ દરમ્યાન પી.એસ.આઇ. એમ.વી.પટેલે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન કિશોરભાઈ છગનભાઈ ગોલાણી, જી.આર.ડી. જવાન હાર્દિક ઉર્ફે લાલો ડાયાભાઈ બરાસરા, કમલેશ ઉર્ફે કમાભાઈ સૂખદેવભાઈ દેગામ, સુરેશ દેવરાજ બાબરીયા, મુકેશ ઉર્ફે મુકો મોહન પરમાર, મહેશ કાનજી પરમાર, ખીમાભાઈ ઉર્ફે ખીમો જેરામ કણપરા અને અરવિંદ ઉર્ફે મનિયો જેશીંગ ઉડેચાની ધરપકડ કરી હતી. આ પૈકી મોટાભાગના આરોપીઓ હાલ જેલ હવાલે છે.

- text

આ બનાવની વધુ તપાસ દરમ્યાન મોરબી તા.પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના રાતાવીડા ગામની રહેવાસી ચંપાબેન દિનેશભાઇ રીબડીયા, નવઘણ કાળું રીબડીયા, બાબુ જીવન રીબડીયા અને ધીરુ કાકુભાઈ રીબડીયાના નામો ખુલતા ચારેયની આ બનાવ સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હત્યા કરાયેલ મજૂર યુવક પર મોબાઈલ ચોરીના આક્ષેપ સાથે ટોળા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ કર્મચારી અને જી.આર.ડીના જવાનો દ્વારા બાંધકામ સાઇટ નજીક લઈ જઈ યુવકને વધુ માર મરાતાં એનું મોત નીપજ્યું હતું. મહિલા સહિત ચાર વધુ આરોપીઓની ધરપકડ કરાતા આ બનાવમાં કુલ ધરપકડનો આંક બાર થયો છે. હાલ ધરપકડ કરાયેલા આરોપીઓને રિમાન્ડ પર મેળવવાની તજવીજ પોલીસે આદરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text