મોરબીમાં 24મીએ વિનામૂલ્યે નિદાનકેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીમાં સ્વ. ભીમજીભાઈ મોતીભાઈ વામજાના સ્મરણાર્થે સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી તારીખ 24ને સોમવારે સમર્પણ હોસ્પિટલ, રામધન આશ્રમ, મહેન્દ્રનગર રોડ, મોરબી 2 ખાતે સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યુરોલોજી, ઓર્થોપેડિક અને મેડિસિન વિભાગના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાનકેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં સમર્પણ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નિદાનકેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન મોરબી શહેર તેમજ મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કરવામાં આવ્યું છે. આ કેમ્પ ડો. પાર્થ કાલરીયા (ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ), ડો. કેતન કાકાણી (ઓર્થોપેડિક સર્જન) અને ડો. કૃણાલ કુંદડીયા જેવા અનુભવી ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરની તપાસ, હૃદયના દર્દીઓ માટે કાર્ડિયોગ્રામની તપાસ, શ્વાસ તથા દમના દર્દીઓની તપાસ, હાડકાના દર્દીઓની તપાસ તથા અમુક પ્રકારની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે. કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરો સમર્પણ હોસ્પિટલમાં નિયમિત મળશે. આ નિદાનકેમ્પમાં દર્દીઓએ પોતાની જૂની ફાઈલો સાથે રાખવી એવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે અથવા ઇમર્જન્સી માટે 9512433133 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text