મોરબીના સેવાભાવીઓએ ૧૦૦ મણ ઘાસચારો આપીને કચ્છની ગાયોની જઠરાગ્નિ ઠારી

- text


હિજરતી માલધારીઓ રાજકોટથી કચ્છ પરત ભણ્યા : રસ્તામાં ગાયો ભૂખી હોવાના સમાચાર મળ્યાને તુરંત જ ગૌસેવકો તેની વ્હારે આવ્યા : હજુ પણ ઘાસચારાની જરૂર, દાતાઓને અપીલ

મોરબી : હિજરતી માલધારીઓ ચોમાસુ નજીક આવી રહ્યું હોવાથી માલઢોર સાથે પોતાના વતન કચ્છ પરત ભણી રહ્યા છે. ત્યારે રસ્તામા ગાયો ભૂખી હોવાના સમાચાર મળતા મોરબીના સેવાભાવીઓએ ધ્રુવનગર ખાતે ૧૦૦ મણ ઘાસચારાની વ્યવસ્થા કરીને પોતાનો માનવ ધર્મ નિભાવ્યો હતો. હજુ પણ રસ્તામાં ઘાસચારાની જરૂર હોય સેવાભાવીઓને આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કચ્છમાં પાણીની તીવ્ર અછતના કારણે માલધારીઓ માલઢોર સાથે દર વર્ષે સૌરાષ્ટ્ર તરફ હિજરત કરીને પડાવ નાખે છે. આ વર્ષે પણ તેઓએ રાજકોટ સહિતના અનેક શહેરોના પાદરે પડાવ નાખ્યો હતો. હાલ ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે આ માલધારીઓ પોતાના વતન કચ્છ તરફ પરત ભણી રહ્યા છે. આ વેળાએ તેઓએ મોરબીના ધ્રુવનગર ખાતે ક્ષણિક પડાવ નાખ્યો હતો.

- text

ત્યારે મોરબીના સેવાભાવી યુવાન ડો. રવિન્દ્ર ભટ્ટને સમાચાર મળ્યા હતા કે ૩૦૦ જેટલી ગાયો છે. જે ગઈકાલે સાંજ સુધીની ભૂખી છે. આવા સમાચાર મળતા તેઓ તુરંત જ ૧૦૦ મણ ઘાસચારાની વ્યવસ્થા કરીને કોલેજના ફેકલ્ટી કેતન કડીવાર, જયેશ પીઠડીયા અને વિરેન્દ્રભાઈ પાટડીયાને લઈ મોરબીથી ૧૫ કી.મી. દુર ધ્રુવનગર ગામે નીકળી પડ્યા હતા. અને ત્યા જઈ આ ૩૦૦ ગાયમાતાને ધાસચારો પુરો પાડી ધન્યતા અનુભવી.

આ ગાયમાતા આજે ત્યાથી રવાના થઈ મોરબી નજીક કરછ હાઈવે પહોચશે.જયા હજુ પણ ૧૦૦ મણ જેટલા ઘાસચારાની આવતીકાલે જરૂર પડશે. આ ૧૦૦ મણ ઘાસચારા માટે અંદાજે રૂ. ૮૦૦૦ નો ખર્ચ થાય છે. દાતાઓને આ ગૌસેવા કરવાની તક મળી છે. તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં દાતાઓને ડો.રવિન્દ્ર ભટ્ટ મો.નં. 98982 88777 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text