મોરબીમાં સ્વરક્ષણની તાલીમ મેળવીને 60 મહિલાઓ બની નિર્ભય

- text


તાલીમ પૂર્ણ થતાં સઘન તાલીમ મેળવી નિર્ભય બનેલી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબી : મોરબીમાં મહિલાઓ સ્વરક્ષણ મેળવી શકે તે માટે બે મહિના સુધી સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 60 જેટલી મહિલાઓ સેલ્ફ ડિફેન્સની સઘન તાલીમ મેળવી નિર્ભય બની હતી.ત્યારે આ તાલીમ પૂર્ણ થતાં તમામ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રવર્તમાન સમયમાં સ્ત્રી વધુને વધુ આત્મનિર્ભર બની રહી છે.પુરુષોના આધિપત્ય વાળા ક્ષેત્રે પણ સારી એવી સફળતા મેળવીને મહિલાઓ પુરુષની સમોવડી બની ગઈ છે.પરંતુ મહિલાઓ સાથે કેટલાક કિસ્સામાં થયેલા અત્યાચારોને કારણે પોત પોતાના ક્ષેત્રેમાં દરેક નાની મોટી સ્ત્રી ક્યાંક ને ક્યાંક છુપી રીતે બિન સલામતી મહેસુસ કરતી હોય છે. ત્યારે તરુણીથી માંડીને મોટી વયની મહિલાઓ જાતે જ જાતીય રક્ષણ કરી શકે તે માટે મોરબીની વિનય કરાટે એકેડમી દ્વારા મહિલાઓ માટે બે મહિના સેલ્ફ ડિફેન્સ તાલીમનું મોરબી અપડેટ અને નીલકંઠ વિદ્યાલયના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. બે મહિના સુધી તરુણીથી માંડીને મોટી વયની 60 જેટલી મહિલાઓએ જુડો કરાટે સહિતની બે મહિનાની સેલ્ફ ડિફેન્સની તાલીમ મળવીને સ્વરક્ષણ કરવા માટે આત્મનિર્ભર બની હતી. આ બે માસની તાલીમ પૂર્ણ થતાં તમામ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ તકે તાલુકા પોલીસના જીજ્ઞાબેન કણસાગરા , સામાજિક અગ્રણી વિજયભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ભાવિશાબેન સરડવા અને વાલજીભાઈ ડાભીએ મહિલાઓને સ્વરક્ષણ માટેની તાલીમ આપી હતી.

- text

- text