મોરબીમાં શેલ્બી હોસ્પિટલ અને ઓમ ક્લિનિક દ્વારા નિદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ઓમ ક્લિનિક અને અમદાવાદની શેલ્બી હોસ્પિટલ દ્વારા આજરોજ તારીખ 4ના સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ગોઠણના દુખવાના નિદાન તથા સારવાર માટે ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નિદાન કેમ્પમાં શેલ્બી હોસ્પિટલના ખુબ અનુભવી અને UKમાંથી M.ch.ની ડિગ્રી ધરાવતા ડો. નીતિનભાઈ બુદ્ધદેવ અને ડો. અંકુરભાઈ મહેન્દ્રએ 155 જેટલા દર્દીઓની સારવાર કરી હતી, જેમાં ઓમ ક્લીનીકના ડો. ગણેશ નકુમ તથા આસિસ્ટન્ટ આદીત્યભાઈ અને વિશાલભાઈએ હાજરી આપી હતી. આ કેમ્પમાં આધુનિક ઝીરો ટેકનોલોજીની મદદથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે છે તથા ઇન્ફેક્શન ન ફેલાય અને લોહી ઓછું વહે એટલે ઓછામાં ઓછો કાપો મૂકીને ઓપરેશન કરવામાં આવે છે, જેને કારણે ઓપરેશનના ત્રણથી ચાર કલાક બાદ દર્દી ચાલી શકે છે. આ કેમ્પમાં નિદાન કરાવ્યા બાદ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે આયુષ્યમાન ભારત યોજના તેમજ મા યોજના કાર્ડ ધારકો માટે નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

- text