મોરબી નજીક ત્રણ શખ્સોએ બે મિત્રોને ધોકેથી માર માર્યો

- text


મોરબી : મોરબીના ભડિયાદ ગામ પાછળ બે મિત્રોને ત્રણ શખ્સોએ મળીને લાકડાના ધોકેથી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદના આધારે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા ભરતભાઇ વિનોદભાઇ ચૌહાણે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ભડિયાદ ગામ પાછળ મચ્છુ નદીએ નહાયને તેઓ નીકળી રહ્યા હતા તે વેળાએ કેટલાક શખ્સોએ તેમની સાથે રહેલા મિત્રને ગાળો આપી હતી. ગાળો દેવાની ના પાડતા તેઓ તેમજ સાહેદ પર રમેશ ઉર્ફે ટેમો કરશનભાઈ સોઢા, કાંતિ પોપટભાઈ પરમાર અને અજાણ્યા શખ્સે લાકડાના ધોકાથી હુમલો કરીને માર માર્યો હતો. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text