મોરબીમાં શહીદ દિન નિમિતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા વિશાલ રેલી નીકળી

- text


વિશાળ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી : જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ ફ્લોટ રજુ કાર્ય

મોરબી : મોરબીમાં આજે શહીદ દિનની ઉજવણી કરવામા આવી હતી. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. તેમજ આજે રાત્રે દેશભક્તિના ગીતોની સંગીત સંધ્યા યોજાશે

મોરબીમાં આજે શહીદ દિન નિમિત્તે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી જીઆઇડીસીના નાકાથી શરૂ થઈ ગાંધી ચોક, નહેરુ ગેઈટ ચોક, રવાપર રોડ, બાપાસીતારામ ચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ શહિદ ભગતસિંહ , રાજ્યગુરુ સુખદેવ, આર્મી જેવા વેશભૂષા ધારણ કરી દેશભક્તિ ને ઉજાગર કરતા ફ્લોટ રજુ કર્યા હતા. આ રેલી મોટી સંખ્યામાં દેશભક્ત લોકો જોડાયા હતા.

શહીદ દિવસની પૂર્વ સંધ્યાએ શહીદોના જીવનવૃત્તાંત તેમજ સર્જિકલ સ્ટ્રાઈક જેવા નાટકો રજૂ કરાયા હતા. આ સાથે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આજે રાત્રે એક શામ શહીદોકે નામ દેશભક્તિ ગીત સંધ્યા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે

- text

- text