મોરબીમાં વિવિધ સંસ્થા દ્વારા 2 હજારથી વધુ ચકલીના માળા, કૂંડાનું વિતરણ કરાયું

- text


વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીના માળાના વિતરણની સાથે મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીમાં વિશ્વ ચકલી દિન નિમિત્તે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આજે આશરે 2 હજારથી વધુ ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરીને લુપ્ત થતી ચકલીનું જતન કરવાનો જનજન સુધી મેસેજ પહોંચાડ્યો હતો.આ તકે મતદાર જાગૃતીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ચકલીના માળા પર મતદાન કરવાના સ્ટીકર લગાડીને લોકોને લોકસભાની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવાનો સંદેશ આપ્યો હતો.

મોરબીની પર્યાવરણ પ્રેમી સંસ્થા મયુર નેચર કલબ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મોરબીના શનાળા રોડ પર કે કે સ્ટીલની સામે આવેલી સંદેશ બ્યુરો ઓફિસ નીચે ચકલીના માળાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 400 થી વધુ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.જેમ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારનું કાર્ય સભળતા ધર્મિષ્ઠાબેન કડીવારે દરેક ચકલીના માળામાં સ્ટીકર લગાડી લોકસભાની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવાનો લોકોને સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા એમ. જે મારુતિ, જીતુભાઇ ઠક્કર, ઘનશ્યામભાઈ ડાંગર, ડો. જાડેજા, દીપસિંહ ગઢવી, ઋત્વિક નિમાવત, મયુર પીઠડીયા સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી.જ્યારે લાયન્સ કલબ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ચકલીના માળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 2 હજારથી વધુ ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકલીનું જતન કરવાનો લોકોને સંદેશ આપ્યો હતો.આ ઉપરાંત સામાકાંઠે લક્કી ગ્રુપ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જોકે લક્કી ગ્રુપ અને મિસ્ત્રી કલબ તથા પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કર ઘણા સમયથી નિયમિત રીતે ચકલી બચાવો અભિયાન ચલાવીને ઘરે ઘરે તથા શાળા કોલેજોમાં ચકલીના માળાનું વિતરણ કરીને અન્યોને પ્રેરણાબળ પૂરું પાડી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text