મોરબી સીરામીક એસો.ના પૂર્વ પ્રમુખ પર હુમલો કરી રૂ.90 હજારની લૂંટ કર્યાની ફરિયાદ

- text


કારખનાની બાજુમાં દીવાલ બનાવવાની ના પાડતા 6 શખ્સોએ હુમલો કર્યાનો ગુનો નોંધાયો

મોરબી : મોરબીના જાબુડિયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનાની દીવાલ પાસે ગેરકાયદે દુકાન બનાવવાની ના પાડતા આ કારખાનાના માલિક અને સીરામીક એસો.ના પૂર્વ પ્રમુખ પર 6 શખ્સોએ હુમલો કરીને રૂ.90 હજારની લૂંટ કરીને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસના ચકો ગતિમાન કર્યા છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી પાસે રહેતા અને જાબુડિયા ગામ પાસે મોક્ષ ગ્રેનાઈટો સીરામીક કારખાનું ધરાવતા સીરામીક એસો.ના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈ ઉર્ફે સુખાકાકા લાલજીભાઈ ઝલરીયાએ રફાળેશ્વર ગામે રહેતા હસમુખભાઈ ખોડાભાઈ ભરવાડ, નિલેશભાઈ ખોડાભાઈ ભરવાડ, સતીશ ખોડાભાઈ ભરવાડ, મુમાં દુદા ભરવાડ,નરેશભાઈ ખોડાભાઈ ભરવાડ, ખોડાભાઈ જગાભાઈ પાચીયા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ ફરિયાદીના કારખાનાની બાજુની દીવાલને અડીને ગેરકાયદે દુકાન બનાવતા હોવાથી ફરિયાદીના ભાગીદારોએ આરોપીઓને દુકાન બનવવવાની ના પાડી હતી.આ બાબતનો ખાર રાખી ગઈકાલે આરોપીઓ તેમના કારખાનામાં ધસી જઈને સુખદેવભાઈ ઝીલરીયા ઉપર પાઇપ અને લાકડીથી હુમલો કર્યો હતો તેમજ તેમના ગાળામાંથી રૂ.60 હજારની કિંમતનો સોના ચેન રૂ.10 હજારની કિંમતની ઘડિયાળ અને સાહેદ ભરતભાઇ પાસેથી મોબાઈલ ફોન મળીને કુલ રૂ.90 હજારની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા, તાલુકા પોલીસે આ ફરિયાદના આધારે 6 શખ્સો સામે હુમલો અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text