મોરબીના બહેનો માટે અનેરી તક : સેલ્ફ ડિફેન્સના નિઃશુલ્ક વર્ગનો કાલથી પ્રારંભ

- text


વિનય કરાટે એકેડમી દ્વારા ઇવેન્ટ મીડિયા પાર્ટનર મોરબી અપડેટના સથવારે આગામી ૧૫ મે સુધીના વર્ગનું આયોજન : ૧૨ વર્ષથી વધુ ઉંમરની બહેનો વર્ગમાં જોડાઈ શકશે

મોરબી : મોરબીમાં બહેનો માટે સૌ પ્રથમ વાર વિનય કરાટે એકેડમી દ્વારા નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગ આવતીકાલે તા. ૧૭થી થનાર છે. આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે ‘મોરબી અપડેટ’ કાર્યરત રહેવાનું છે.

હાલના સમયમાં બહેનો માટે સેલ્ફ ડિફેન્સ ખૂબ જરૂરી છે. તમામ ક્ષેત્રોમાં પુરૂષોથી ચડિયાતી સાબિત થતી મહિલાઓ પોતાની આત્મ રક્ષા માટે પણ સજ્જ બને તેવા આશયથી મોરબીમાં સૌપ્રથમ વાર વિનય કરાટે એકેડમી દ્વારા સેલ્ફ ડિફેન્સના નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગ આવતીકાલે તા. ૧૭ થી તા. ૧૨ મે સુધી રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે યોજાશે.

- text

આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે ‘મોરબી અપડેટ’ રહ્યું છે. તાલીમ વર્ગમાં ૧૨ વર્ષથી ઉપરના કોઈ પણ બહેનો વિનામૂલ્યે જોડાઈ શકશે. બેચ-૧ શનિવારે સાંજે ૪:૪૫ થી ૬:૧૫ અને બેચ- ૨ રવિવારે સવારે ૯:૩૦ થી ૧૧ સુધી રહેશે. આ નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સ તાલીમ વર્ગનો લાભ લઈને આત્મરક્ષામાં નિપુણ થવા બહેનોને નીલકંઠ કરાટે એકેડમી અને ‘મોરબી અપડેટ’ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બહેનોએ રજિસ્ટ્રેશન માટે મો.નં. 95862 82527 તેમજ વધુ વિગત માટે મો.નં. 94096 63627 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text