હળવદના ઘનશ્યામપુરની પરણીતાંને કાઢી મુકાતા પતિ, કાકાજી સાસુ – સસરા વિરુદ્ધ ફરિયાદ

- text


૨૦૦૫માં મેણા – ટોણા મારી કાઢી મૂક્યા બાદ ૧૫ વર્ષે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી : હળવદની પરણીતાંને પતિ સહિતના સાસરિયાએ મેણા – ટોણા મારી વર્ષ ૨૦૦૫ માં ઘર બહાર કાઢી મુક્યાં બાદ ૧૫ વર્ષ બાદ આ મામલે પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનાબેન ગીરીશભાઇ હરીદાસ કિલાવત, ઉ.વ.૩૭ ધંધો-ઘરકામ રહે. ઘનશ્યામપુર ગૌરી તા.હળવદ જી. મોરબી રહે.- હાલ.- લેખમ્બા તા.સાણંદ જિલ્લો.અમદાવાદ વાળાએ તેમના પતિ ગીરીશભાઇ હરીદાસ કિલાવત, કાકીજી સાસુ પદમાબેન રમેશભાઇ તથા કાકાજી રમેશભાઇ રતનદાસ , અને દિવ્યાબેન હસમુખભાઇ , હસમુખભાઇ રતનદાસ રહે. બધા ઘનશ્યામપુર તા.હળવદ જી. મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૫માં ઘરેથી પહેર્યે કપડે કાઢી મુક્યા બાદ આજદિન સુધી દીન સુધી નાની નાની બાબતમાં મેણા-ટોણા મારી શારીરીક માનસીક દુ:ખ-ત્રાસ આપી ફરી.ના પતિને ચડામણી કરી સને-૨૦૦૫ ની સાલમાં તમામ આરોપીઓએ ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકી ગુન્હામાં એકબીજાએ મદદ ગારી કરી ગુન્હો કરતા આ મામલે તમામ વિરુદ્ધ પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

- text