રાજકોટ ટ્રાફિક પોલીસનો વધુ એક છબરડો : મોરબીની મહિલાને પણ ખોટો મેમો ફટકાર્યો

- text


નંબર નોટ ડાઉન કરવામા થયેલી ભૂલના કારણે બે દિવસમાં ખોટો મેમો ફટકાર્યો હોવાના બે બનાવો બન્યા

મોરબી : રાજકોટ ટ્રાફિક પોલીસનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. ગઈકાલે માળિયાના એક વ્યક્તિને ખોટી રીતે મેમો ફટકાર્યા બાદ આજે મોરબીની એક મહિલાને પણ ખોટી રીતે મેમો ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આ મહિલાનું બાઇક રાજકોટ ગયું જ નથી. તેમ છતા મેમો આવતા આશ્ચર્ય જાગ્યુ છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષા માટે આખા શહેરના મુખ્ય રોડ રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમરા મારફત તેઓ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને ઇ મેમો ફટકારવામાં આવે છે. સીસીટીવી કેમેરાના કન્ટ્રોલ રૂમમાં બેઠેલા પોલીસ કર્મી દ્વારા વાહનોની અવર જવર પર દેખરેખ રાખવામાં આવે છે. ત્યારે ટ્રાફિક નિમયોનું ઉલ્લંઘન કરતા વાહનોનો નંબર નોટ કરીને તેને ઇ મેમો ફટકારવામાં આવે છે. જો કે ઘણી વખત પોલીસ કર્મી નંબર નોટ ડાઉન કરવામાં ભૂલ કરી દે છે ત્યારે ખોટા વ્યક્તિને મેમો મળે છે. છેલ્લા બે દિવસમાં આ પ્રકારે મોરબી જિલ્લાના બે વ્યક્તિઓને ખોટી રીતે મેમો મળ્યો છે.

- text

ગઈકાલે માળિયાના એક વ્યક્તિને ખોટી રીતે રાજકોટ ટ્રાફિક પોલીસનો મેમો મળ્યો હતો. ત્યારે ફરી આજે મોરબીમાં રહેતા કાંતાબેન મનસુખભાઇ સનારીયા નામના મહિલાને પણ આ જ પ્રકારે ખોટી રીતે મેમો આપવામાં આવ્યો છે. કાંતાબેન જે બાઇકની માલિકી ધરાવે છે તે બાઇક રાજકોટ ગયું જ નથી તેમ છતાં મેમો આવતા આશ્ચર્ય સર્જાયું છે. હકકિતમાં કાંતાબેન જે બાઇકની માલિકી ધરાવે છે તે બાઇકના નંબર જીજે ૦૩ એચડી ૨૭૫૧ છે. જ્યારે મેમોમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા બાઈકના નંબર જીજે ૦૩ એચડી ૩૭૫૧ છે. આમ નંબર નોટ ડાઉન કરવામાં થયેલી ભૂલના કારણે રાજકોટ ટ્રાફિક પોલીસનો મેમો ખોટી વ્યક્તિને મળ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text