મોરબી : ઉદાસી આશ્રમમાંથી રૂ.1.55 લાખની ચોરી

- text


પીપીળી પાસેના આશ્રમને તસ્કરોએ નિશાન બનાવતા સ્થાનિક લોકોમાં રોષ

મોરબી : મોરબીના પીપળી ગામે આવેલા ઉદાસી આશ્રમને તસ્કરોએ નિશાન બનાવીને આશ્રમમાંથી રૂ.1.55 લાખની માલમતાની ચોરી કરી ગયા હતા.આ આશ્રમમાં ચોરીનો બનાવ બનતા આશ્રમના શ્રધ્ધાળુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે 6 દિવસ પહેલા બનેલી આ ઘટનાનની પોલીસે આજે ફરિયાદ નોંધાતા આશ્ચર્ય સર્જાયું છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી આ ચોરીની ઘટનાની મળતી વિગતો અનુસાર મોરબીના પીપળી ગામે આવેલા ઉદાસી આશ્રમમાં ગત તા.19ના રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આશ્રમના રૂમના તાળા તોડી અંદર પ્રવેશી રૂમમાંથી કબાટને બહાર લાવી કબાટમાં રાખેલા વિડિયો કેમેરા, લેપટોપ ,ત્રણ માળાઓ તથા રૂ.1.35 હજાર રોકડા મળીને કુલ રૂ.1.55 લાખના મુદામાલની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા.આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.જોકે આ બનાવ સંદભે ઉદાસી આશ્રમના મહંત કલ્યાણદાસ ગુરુ સંતદાસ ગુરુએ આજે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોરીનો બનાવ 6 દિવસ પહેલા બન્યો હતો. ત્યારે આટલી મોડી ફરિયાદ નોંધવા અંગે પોલીસ સંતોષકારક જવાબ આપી શકી ન હતી અને હમણાંથી ક્રાઈમરેટ ઓછો દર્શાવવા માટે પહેલા આરોપીને પકડ્યા બાદ જ ફરિયાદ નોંધાવી તેવો નવી શરૂ થયેલી તરકીબ મુજબ આ ચોરીની ઘટનામાં પણ હવે ફરિયાદ નોંધાયા બાદ એક બે દિવસમાં આરોપીઓ પકડી લીધાનું જહેર કરાઈ તેવું ચર્ચાઈ રહ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text