ઓળખો આપણા રોગોને ! હળવદમાં નિદાન કેમ્પ યોજાયો

- text


આર્ટ ઓફ લીવીંગના તબીબો દ્વારા મહર્ષિ ગુરૂકુળ કેમ્પસ ખાતે નાડી પરીક્ષણ થકી રોગોનું કરાયું સચોટ નિદાન

હળવદ : હળવદના મહર્ષિ ગુરૂકુલ કેમ્પસ ખાતે ઓળખો આપણા રોગોને ‘નાડી પરિક્ષણ’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂકુળ કેમ્પસના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શહેરના લોકોએ બહોળી સંખ્યામાં ‘નાડી પરીક્ષણ’ કેમ્પનો લાભ લીધો હતો.

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો સ્વાથ્યની ચિંતા કરતા હોય છે ત્યારે સ્વાથ્ય સારૂ રહે તે માટે શરીરનું ચેકઅપ કરાવતા હોય છે. નાળી પરિક્ષણ એ આર્યુવેદની પ્રાચીન પરંપરા પધ્ધતિ છે. જેના દ્વારા શારીરિક તેમજ માનસિક સ્વસ્થની અને તેમાં થતા સંતુલનની પધ્ધતિની જાણકારી મળતી હોય છે. ત્યારે આ રોગ નિદાન માટેની આ પ્રભાવશાળી બિનહાનિકારક પધ્ધતિ છે. આ પધ્ધતિ દ્વારા માત્ર લક્ષણોનું જ નહીં પરંતુ રોગના મુળનું સચોટ નિદાન સારવાર થતી હોય છે ત્યારે આજે રાણેકપર રોડ પર આવેલ મહર્ષિ ગુરૂકુળ કેમ્પસ ખાતે આર્ટ ઓફ લીવીંગના વડોદરાના ડો.જયેન્દ્રભાઈ જાષી, પુનમબેન સહિતના સ્ટાફ દ્વારા ગુરૂકુળ ખાતે નાડી પરીક્ષણના કેમ્પમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓ તેમજ શહેરના લોકો સાથે આજે રવિવારના દિવસે વાલીઓ પણ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.

- text

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુરૂકુળના મેનેજીંગ ડિરેકટર રજનીભાઈ સંઘાણી તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. આ સાથે જ સ્વાઈન ફલુ પ્રતિરોધક ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું.

- text