મોરબીના ઘુંટું ગામેથી યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે રહેતા સોનલબેન સોમજીભાઇ ખોડાભાઇ મકવાણા, ઉવ-૨૦ રહે. ઘુટુ ડારમાડાડા ની બાજુમાં જુના ઘુટુ રોડ ઉપર સુખપરૂ તા.જી.મોરબી વાળા તા.૫/૧૨/૨૦૧૮ ના બપોર ના બે વાગ્યાના સુમારે ધરે થી કોઇ ને કાંઇપણ કીધા વગર ચાલ્યા ગયેલ છે. સાથે મોબાઇલ ફોન જેના નં-૯૭૨૭૪ ૪૬૩૧૪ વાળો સાથે લઇ ગયેલ છે. જે ધોરણ ૧૦ સુધી ભણેલ છે વાને ધઉવર્ણી છે. જેની ઉચાઇ ૫ ફુટ આસરાની છે શરીરે પાતળા બાંધાની છે. મોઢુ લંબગોળ છે. લાલ મરૂન ચેક્ષ વાળો ટોપ પહેરેલ છે. તેના શરીરે ડાબા હાથે પંજા ઉપર ટચલી આંગળી ઉપર અંગ્રજી માં સોનલ નામ ત્રોફાવેલ છે. તથા હાથમાં ધાવડીમાં નામ ત્રોફાવેલ છે. આ મામલે યુવતીના પિતા સોમજીભાઇ ખોડાભાઇ મકવાણા, ઉવ-૫૦ ધંધો-ડ્રાઇવીંગ રહે. ઘુટુ વાળાએ પોલીસમાં ગુમસુધા નોંધ કરાવી છે યુવતીનો પતો મળે તો મો.નં-૯૮૨૫૭ ૩૨૩૫૮ જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

- text