થોડી, થોડી પિયા કરો ! વધુ 16 પીધેલા ઝડપી લેતી મોરબી પોલીસ

- text


મોરબી શહેર જિલ્લામાં કોઈ લથડિયાં ખાતો તો કોઈ સર્પાકારે વાહન ચલાવતો તો કોઈ છાકટો બનીને નીકળો અને ઝડપાયો

મોરબી : મોરબી શહેર જિલ્લામાં પોલીસે દારૂ પી છાકટા બનાવી ડીંગલ કરતા તત્વોને ઝડપી લેવાની ઝુંબેશ યથાવત ચાલુ રાખતા ગઈકાલે મદિરાપાન કરેલા 16 શખ્શો ઝડપાઇ ગયા હતા જેમાં કોઈ લથડિયાં ખાતો તો કોઈ સર્પાકારે વાહન ચલાવતો તો કોઈ છાકટો બનીને નીકળતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

નશાબંધી ઝુંબેશ અન્વયે પોલીસે હાથ ધારેલ કાર્યવાહીમાં (1) કમલેશભાઇ ભાંગલીયાભાઇ ડામોર, ઉ.વ.૩૫ રહે.લીલાપર ચોકડી પંચવટી પેપરમીલ મુળ-સાણ સીજપા,તા-રાણાપુર થાના-મોડ ડુંડીયા જી.જાંબુઆ (એમ.પી)વાળો ગાંધીચોકમાંથી 15000 ના હોન્ડા સાથે ઝડપાયો હતો,તો (2) રઘાભાઇ વેલજીભાઇ વાગેલા, મોરબી રોહીદાસપરા કબીર આશ્રમ પાસે મફતીયાપરા હીરો સ્પલેન્ડર પ્લસ, કિ.રૂ.૫૦,૦૦૦ વાળુ જાહેર રોડ ઉપર સર્પાકારે પોતાની અને બીજાની જીંદગી જોખમાય તે રીતે નીકળતા પકડી લેવાયો હતો.(3) રાકેશકુમાર ગોપાલદાસ પાઠક, ઉવ.૩૬ ધંધો.ડ્રાઇવિંગ રહે.હાલ લક્ષમીનગર જાપા પાસે તા.જી.મોરબી મુળ રહે.રામગઢ, કૈટ જી.રાંચી રાજય-જારખંડવાળો પાસ પરમીટ કે આધાર વગર કૈફી પ્રવાહી પીધેલી હાલતમાં પોતાના હવાલાવાળુ મારૂતી સુઝુકી કંપનીની કેરી ભારવાહક ફોરવ્હીલ હોય જેના રજી. નંબર જી.જે.-૦૩-બી.વી- ૫૬૦૯ ની કિ.રૂ.૧,૨૫,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર સર્પઆકારે ચલાવી નીકળતા પકડી લેવાયો હતો.એ જ રીતે (4) ગોરધનભાઈ સુરાભાઈ ગઢાદરા, ઉવ-૪૨ રહે- બામણબોર નવાપરા તા-ચોટીલા જી-સુ.નગર કેફીપ્રવાહી પીણુ પીધેલ હાલતમા ડ્રાયવીંગ લાયસન્સ વગર જાહેર રોડ ઉપર સર્પાકારે વાહન ચલાવી નિકળતા ગુન્હો નોંધાયો હતો.

- text

એજ રીતે (5) કરશનભાઇ ભીમજીભાઇ કણઝારીયા, ઉ.વ.૪૪ રહે-વજેપર-૧૫ મોરબી (6) અશ્વિનભાઇ પ્રેમજીભાઇ સાણંદીયા, ઉ.વ.૪૦ રહે.મોરબી શનાળારોડ શકિતપ્લોટ શેરીનં.૮ સુવિધા એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩ મુળરહે.બિલીયા તા.મોરબી, (7) રવિભાઇ મનસુખભાઇ જાકાસણીયા, ઉ.વ.૨૭ રહે.મોરબી વાવડી રોડ રાધાપાર્ક ભાડાના મકાનમા (8) રાહુલભાઇ ત્રિભોવનભાઇ સાણંદીયા, ઉ.વ.૨૯ રહે.મોરબી પંસચાર રોડ રાજનગર ઓમપાર્ક રાણીટાવર, બ્લોકનં.૬૦૨ (9) વીનોદભાઇ બાબુભાઇ પરમાર, ઉવ ૩૦ રહે ઉમિયાનગર સોઓરડી પાસે મોરબી (10) રાજુભાઇ સુંદરજીભાઇ ગજરા, ઉ.વ-૨૮ રહે.ગાયત્રીનગર સોસાયટી બ્લોક નં-૬૮ નાની વાવડી, તા.જી મોરબી (11) ભુપતભાઈ વશરામભાઈ ડાભી ઉવ-૩૫ રહે- બામણબોર નવાપરા તા-ચોટીલા જી-સુ.નગર (12) મુકેશભાઇ કરણાભાઇ બામણીયા, ઉ.વ- ૩૪ ધંધો- મજુરી રહે-હાલ રાધે-રાધે એન્ટરપ્રાઇઝ તાલુકા
પંચાયત સામે ટંકારા તા- ટંકારા જી મોરબી મુળ રહે. બાવકા ગામ તા.જી.દાહોદ (13) રતનશીંગ હેમાભાઇ વણુલ, ઉ.વ- ૩૫ ધંધો- મજુરી રહે-હાલ રાધે-રાધે એન્ટરપ્રાઇઝ તાલુકા પંચાયત સામે ટંકારા તા- ટંકારા જી મોરબી મુળ રહે. વાસીયા ડુંગરી ગામ તા.જી.દાહોદ (14) સુરેશભાઇ બાબુભાઇ આદ્રોજા જાતે, ઉ.વ- ૩૪ ધંધો- મજુરી રહે- ટંકારા મોરબીનાકા દે.પુ.વાસ તા- ટંકારા જી.મોરબી (15) મહેશભાઈ કમાભાઈ પઠાણ, ઉ.વ-૩૦ ધંધો-મજુરી
રહે-મોટા ભેલા તા.માળીયા મી. જિલ્લો- મોરબી અને (16) ઇકબાલભાઇ યુસુફભાઇ મોવર જાતે મિયાણા ઉ વ ૪૦ ધંધો મીઠાનો રહે મીઠાના ગંજે હળવદ વાળો મદિરાપાન કરી જાહેરમાં છાકટો બની મળી આવતા પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text