ભારે કરી ! રેતીમાફિયા કબ્જે કરેલી રેતી અને હિટાચી મશીન ચોરી ગયા

- text


વાંકાનેર મચ્છુ નદીના પટમાં ખાણખનીજ વિભાગે જપ્ત કરેલી મશીનરી ચોરાતાં ફરિયાદ

વાંકાનેર : મોરબી જિલ્લામાં ખનીજચોરી કરતા ખનીજ માફિયા તત્વો બેફામ બની કુદરતી સંપદાને લૂંટી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા કિસ્સામાં ખાણખનીજ વિભાગે મચ્છુ નદીમાં રેતીચોરી કરતા રંગે હાથ ઝડપી લીધેલ હિટાચી મશીન અને કબ્જે કરાયેલ રેતીની ચોરી કરી જતા ફોજદારી ફરિયાદ નોંધાઈ છે.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ખાણખનીજ વિભાગ મોરબી દ્વારા વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક મચ્છુ નદિના પટમાં રેતી ચોરી કરવા બદલ ખનીજ સંપત્તી રેતી ૨૩૮/૨૭ મે. ટન કિ.રૂ. ૫૭૧૮૫ તેમજ રેતી ચોરવામાં ઉપયોગમાં લેવામાં આવેલ હીટાચી મશીન દંડ પેટે રૂ. ૨,૦૦,૦૦૦ ગણી કબ્જે કરી બનાવ વાળી જગ્યા રાખ્યું હોય આરોપી નઝરૂદ્દીનભાઇ ગનીભાઇ બાદી રહે- મહિકા તા-વાંકાનેર વાળા તથા તેના કોઈ મદદગારો રેતી અને મશીન ઉઠાવી જતા માઇન્સ સુપરવાઈઝર સાહિલ જે પાઘડાર ભુસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી, ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતુ, જિલ્લા સેવા સદન, મોરબી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ મામલે વાંકાનેર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

file photo

- text