મોરબીમાં ઘાયલ ટીટોડીને મળ્યું નવજીવન : જુઓ વિડીયો

- text


પગમાં કાંટો લાગતા છેલ્લા એક માસથી પીડાતી ટીટોડીને મહામહેનતે પકડી સારવાર સુશ્રુષા આપી મુક્ત કરતું લક્કી ગ્રુપ

મોરબી: મોરબીના ટિબડી ગામના પાટિયા પાસે છેલ્લા એક માસથી પગમાં કાંટો લાગ્યા બાદ ઉડી ન શકતી ટીટોડીને મહામહેનતે પકડી પગમાંથી કાંટો દૂર કરી પક્ષીપ્રેમી લક્કી ગ્રુપે ટીટોડી પક્ષીને નવજીવન આપ્યું હતું.

મોરબીમાં ચકલી બચાવો અભિયાન ચલાવતા લક્કી ગ્રુપના મોહિતભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતુંકે, તેમની ટિબડીના પાટિયા પાસે આવેલી ઓફિસ નજીક એક ટીટોડી નિયમિત આવતી હતી પરંતુ આ ટીટોડીને છેલ્લા એકાદ માસથી એક પગમાં કાંટો લાગ્યો હતો જેથી તેને પગમાં સોજો આવવથી ઉડી શકતી ન હતી અને એક પગે લંગડાતી ચાલતી હતી.

- text

આ બાબત ધ્યાને આવ્યા ચકલી બચાવો અભિયાન ચલાવતા લક્કી ગ્રુપે ટીટોડીના પગમાંથી કાંટો કાઢવા ઘણી કોશિશ કરી હતી પરંતુ ચાલક ટીટોડી પકડાતી ન હોય પગમાંથી કાંટો કાઢવો મુશ્કેલ બન્યો હતો.

બાદમાં અનેક પ્રયત્નોને અંતે ટીટોડીના પગની સારવાર કરવા માટે લક્કી ગ્રુપ દ્વારા મહામહેનતે પકડીને તેના એક પગમાંથી કાંટો કાઢી જરૂરી પ્રાથમિક ઉપચાર કરીને ટીટોડી સ્વસ્થ થયા બાદ તેને સલામત રીતે આકાશમાં ઉડાડી દઈ ટીટોડી પક્ષીને નવજીવન આપ્યું હતું.

ટોટોડીને બુદ્ધિપૂર્વક પકડવા લક્કી ગ્રુપ દ્વારા ખાસ આઈડિયા અપનાવ્યો હતો અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનને મોબાઈલમાં કેદ કર્યું હતું.

જુઓ ટીટોડી રેસ્ક્યુનો વિડીયો…

 

- text