મોરબીના બે યુવાન ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ઝડપાયા

- text


મોરબી : મોરબી ઉમિયા સર્કલ પાસેથી ચેતનભાઇ કાન્તિલાલ ઠોરીયા, ઉવ.૨૮ રહે.મોરબી શનાળા રોડ સમય ગેઇટ પાસે નીતિન પાર્ક વાળો પોતાના એકટીવા મો.સા. રજી. નંબર જી.જે.-૩૬-ડી-૯૬૮૨ કિ.રૂ.૨૦,૦૦૦/-વાળુ સર્પાકારે પોતાની અને બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા મળી આવતા એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો જયારે બીજા બનાવમાં માધવભાઇ યોગેશભાઇ દવે જાતે બ્રામણ ઉવ ૨૮ રહે લાઇન્સનગર ચરમાળીયાદાદાના મંદિર પાસે મોરબી ૨ વાળો ગેંડા સર્કલ નજીક ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં પોતાનું દસ હજારની કિંમતનું મોટર સાયકલ લઈ ડ્રાઇવીંગ લાયસંન્સ વગર ચલાવી નીકળતા બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text