મોરબીના ઊંચીમાંડલમાં દસ દુકાનોમાં ચોરી : તસ્કરોએ અન્ડરગારમેન્ટ પણ ન મુક્યા

- text


ઉચી માંડલ નજીક એક સાથે ૧૦ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા : મોબાઈલની દુકાનમાં પણ ચોરી

મોરબી : મોરબીના ઊંચીમાંડલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ગઈકાલે રાત્રે એક સાથે દસ -દસ દુકાનોમાં ચોરી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે ચોરી કરવા આવેલ તસ્કરોએ અન્ડર ગાર્મેન્ટની દુકાનમાં પણ ચોરી કરી હતી અને અન્ડર ગારમેન્ટ પણ ઉઠાવી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઊંચીમાંડલ ગામે ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે દસ દસ દુકાનોને નિશાન બનાવી હતી જેમાં મોબાઈલની દુકાન, કરિયાણાની દુકાન, કટલેરી હોઝિયરીની દુકાનમાંથી હાથ આવ્યું તે ઉસેડી લઈ તસ્કરો જતા જતા અન્ડર ગારમેન્ટ પણ લઈ ગયા હતા.

- text


વધુમાં તસ્કરો મોબાઈલ શોપમાંથી મોટાપાયે મોબાઈલ અને એસેસરીઝની પણ ચોરી કરી હતી ઘટનાને પગલે હાલમાં પોલીસ કાફલો ઊંચીમાંડલ પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

- text