મન મોર બની થનગાટ કરે, મોરબી સંકલ્પ નવરાત્રીમાં ખેલૈયાઓ ગેલમાં

- text


બીજા નોરતે અંબાલિયા પ્રિન્સ યંગ પ્રિન્સ બન્યો, કાજલ મહેતા યંગ પ્રિન્સેસ :લિટલ પ્રિન્સમાં આડેસરા ધ્રુમિલ અને લિટલ પ્રિન્સનો ખિતાબ કુકડીયા નિયતિને ફાળે

મોરબી : મોરબીમાં સર્વધર્મ સમભાવની ભાવના સાથે યોજાયેલ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે, દેશભક્તિ અને પ્યોર ગુજરાતી સંસ્કૃતિ મુજબ યોજાતા સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોરબીના પોલીસ જવાન ફારૂકભાઈ પટેલનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા તમામ સમાજના લોકો એક સાથે એક જ જગ્યાએ હર્ષોલ્લાસભેર નવરાત્રી માણી શકે તેવા ઉદેશ્યથી મોરબી શનાળા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ભવ્યાતિભવ્ય સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે.ગઈકાલે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા ખાસ મહેમાન બન્યા હતા અને માં નવદુર્ગાની આરતી કરી હતી અને રાસોત્સવના સમર્પણમાં વિજેતા ખેલૈયાઓને ઇનામ વિતરણ કરાયું હતું,ઉપરાંત ગઈકાલે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મોરબી જિલ્લના ગૌરવ સમા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ જવાન ફારૂકભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાંઆવ્યું હતું.

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે ગઈકાલે યંગ પ્રિન્સ તરીકે અંબાલિયા પ્રિન્સ, યંગ પ્રિન્સેસ તરીકે કાજલ મહેતા, લિટલ પ્રિન્સમાં આડેસરા ધ્રુમિલ અને લિટલ પ્રિન્સનો ખિતાબ કુકડીયા નિયતિને ફાળે ગયો હતો.

- text