મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલો અનેં બાળાઓને ભાવતા ભોજન કરાવતી ગુરુકૃપા હોટલ

- text


નવરાત્રીના પ્રસંગે ૧૬૦ બાળાઓને ટ્રેડિશનલ ડ્રેસ અને ૫૦ વૃદ્ધ વડીલોને વસ્ત્રોની ભેટ અપાઇ
મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર આવેલ ગુરુકૃપા થ્રી સ્ટાર હોટલના સંચાલકો દ્વારા ગઈકાલે વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલોને હોટલમાં ભાવતા ભોજનીયા કરાવી ભેટ સ્વરૂપે કપડાં આપવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષથી થ્રી સ્ટાર ગુરુકૃપા હોટલ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયની બાળાઓને મનગમતા ભોજન પીરસી હોટલમાં અદભુત જલસો કરાવવમાં આવે છે. ભાવતા ભોજન કરાવ્યા બાદ પરંપરા મુજબ વિકાસ વિદ્યાલયની ૧૬૦ બાળાઓને ડ્રેસ અને ૫૦ જેટલા વડીલોને કપડાં અને વૃદ્ધાશ્રમના માતાઓને પસંદગીની સાડીઓ ભેટ આપવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે વડીલ વૃદ્ધ અને વિકાસ વિદ્યાલયની બાળાઓને જરાપણ ઓછું ન આવે તેવા ઉમદા હેતુથી થતા આ પરોપકારના સેવા કાર્યમાં ગઈકાલે જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા પણ જોડાયા હતા અને તેઓના હસ્તે બાળાઓ વૃદ્ધોને વસ્ત્રોની ભેટ આપવામાં આવી હતી, વડીલો તથા વિકાસ વિદ્યાલયની દીકરીઓના મોઢા પર ખુશી જોઈ તેઓ પણ અત્યન્ત ભાવુક બની ગયા હતા અને ગુરુકૃપા હોટલ દ્વારા થતી સેવા પ્રવૃત્તિને પ્રેરણાદાયી ગણાવી હતી.

નોંધનીય છે કે ગુરુકૃપા હોટલના સંચાલકો દ્વારા દરમહીને એક વખત વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃધ્ધાશ્રમના વડીલોને હેતથી જમાડવામાં આવે છે આ પ્રસંગે હોટેલ માલિક ભગવાનજીભાઈ કાસુન્દ્રા, ગૌતમભાઈ કચોરીયા, ઉપેન્દ્રભાઈ કાસુન્દ્રા, કિશોરભાઈ ચંડીભમ્મર સહિતના અને તેમના પરિવારજનો હર્ષભેર ઉપસ્થિત રહ્યા હતા અને વડીલો વૃદ્ધો તથા બાળાઓ સાથે સમય પસાર કર્યો હતો.

- text