મોરબીમાં ઠેર ઠેર રાત્રીના મટકીફોડના કાર્યક્રમો યોજાયા

- text


કૃષ્ણ જન્મોત્સવના ભાવભેર વધામણા : રબારીવાસમાં જય ગોગા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી : જુના નાગડાવાસ ગામ સહીત અનેક ગામોમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવાયો

મોરબી : મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના ઠેર ઠેર મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રબારીવાસમાં જય ગોગા ગ્રૂપ દ્વારા જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ ઊજવણીમાં મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ જોડાયા હતાં. આ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપના ક્રિષ્ના ઉત્સવ મેલા સહીત અનેક જગ્યાએ મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા.

- text

મોરબીના જેલ રોડ પર આવેલા રબારીવાસમાં જય ગોગા દ્વારા જન્માષ્ટમી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો. ઉપરાંત જન્માષ્ટમીના રાત્રે ૧૨ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભગવાન કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતાં. આ તકે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની પણ ઉપસ્થિતિ રહી હતી. તેઓએ ઉપસ્થિત લોકોને સંબોધીને કહ્યું હતું કે એક જ મગની બે ફાડ એવા રબારી અને ભરવાડ સમાજે સાથે મળીને જન્માષ્ટમીનું ભવ્ય આયોજન કર્યું છે. ત્યારે આગામી દિવસોમાં પણ બન્ને સમાજ સાથે મળીને સામાજિક ઉત્થાનના કાર્યો કરતા રહે અને પોતાની એકતાના દર્શન કરાવતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવુ છું.

આ ઉપરાંત મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને જુના નાગડાવાસ સહીત અનેક ગામોમાં રાત્રીના મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા.

 

- text