મોરબી જિલ્લામાં નજરકેદ કરાયેલા પાસ કાર્યકરોને છોડી મુકાયા

- text


મોરબી : હાર્દિક પટેલના સમર્થનમાં અમદાવાદ જવાની તૈયારીમાં રહેલા મોરબી જિલ્લાના પાસ કન્વીનરોને પોલીસે નજરકેદ રાખ્યા હતા અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. હાલ આ કન્વીનરોને પોલીસ દ્વારા છોડી મુકવામાં આવ્યા છે.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને તેઓના સમર્થનમાં જવાની તૈયારીમાં રહેલા પાસ કન્વીનરોને પોલીસે નજરકેદ કર્યા હતા. જેમાં મોરબી પાસ કન્વિનર મનોજ કાલરીયા સહીતનાને પોલીસ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત ટંકારાના પાસના કન્વિનર પ્રકાશ સવસાણીને શુક્રવારે બપોરે હાઈવે ઉપરથી ઉઠાવી નજર કેદ કરતા પાસના સવસાણીઍ પોલીસ મથકમા જ અન્ન જળનો ત્યાગ કરી હાદિઁકને પોતાનો ખુલો ટેકો જાહેર કર્યો હતો. હાલ પોલીસ મથકે લઈ જવામાં આવેલા આ તમામ પાસના કન્વીનરોને પોલીસે છોડી મુક્યા છે.

જ્યારે મોરબી પાસની ટીમ ગમે તે સમયે અમદાવાદ જવા રવાના થશે અને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં જોડાશે તેવું પાસ નેતાએ જણાવ્યુ હતુ. જેના પગલે મળતી વિગતો મુજબ પોલીસ દ્વારા પાસ આગેવાનોની હિલચાલ પર નજર રાખવા એક ખાસ ટિમ બનાવી છે.

 

 

- text