મોરબીમાં સાડા ચાર વર્ષની માસૂમ સાથે અડપલા કરનાર નરાધમને પોલીસે દબોચ્યો

- text


બાળકી સાથે શારીરિક અડપલા કરનાર કૌટુંબિક સગા સામે બાળકીના માતાએ બી ડિવિઝનમાં નોંધાવી હતી ફરિયાદ

મોરબી : મોરબીના રણછોડનગર વિસ્તાર સાડા ચાર વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર કૌટુંબીક સગા સામે બાળકીના માતાએ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આ નરાધમ શખ્સને તેના ઘરેથી જ દબોચી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રણછોડનગર વિસ્તારમાં શ્રમિક પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક સગાએ જ નજર બગાડી હોવાનો બનાવ બન્યો હતો. ભગવાનજી હીરાભાઈ વઘોરા રહે. બૌદ્ધનગર, નજરબાગ રેલ્વે સ્ટેશન મોરબી નામનો શખ્સ રણછોડનગરમાં તેમના સગાના ઘરે ગયો હોય ત્યારે માસૂમ બાળકીના પિતા સિરામિકમાં મજુરી કામે ગયા હતા અને માતા ઘરકામ કરતી હતી. ત્યારે આ સમયનો લાભ લઈને નરાધમે શખ્સે માસૂમ બાળકી પર નજર બગાડી હતી માતા પરત ફરી તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ કારણકે બાળકી સાથે આ શખ્શ શારીરિક અડપલા કરી રહ્યો હતો.

- text

સમગ્ર ઘટા અંગે બાળકીના માતાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી અને પોકસો એક્ટ મુજબ ગુન્હો નોંધયો હતો. ફરિયાદના પગલે પોલીસે આજે રાત્રે આરોપી ભગવાનજી હીરાભાઈ વઘોરાને તેના જ ઘરેથી પોલીસે દબોચી લઈને અટકાયત કરી છે.

- text