માળિયાની નજીક સોયબીન તેલ ચોરીનું કૌભાંડ ઝડપી લેતું સીઆઇડી ક્રાઈમ

- text


ભીમસર ચોકડી નજીક મધ્યરાત્રીએ ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ દ્વારા ઓપરેશન : ૩૩ લાખનો મુદામાલ કબ્જે

મોરબી : કચ્છ માળીયા હાઇવે પરથી ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે ટેન્કરમાંથી સોયબીન તેલ કાઢવાનું કૌભાંડ ઝડોઈ લઈ બે આરોપીઓને રંગેહાથ ઝડપી રૂપિયા ૩૩ ,૪૦, ૧૨૦ નો મુદામાલ કબ્જે લેતા સોયાબિન તેલ ચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મંગળવારની મધ્યરાત્રીએ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમબ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીને આધારે કચ્છ માળીયા મિયાણા હાઇવે પર વોચ ગોઠવી હતી જેમાં ભીમસર ચોકડી નજીક બે ટેન્કરોમાં શંકાસ્પદ હિલચાલ માલુમ પડતા સીઆઇડી ક્રાઈમની ટીમે તપાસ કરી ટેન્કરમાંથી સોયબીન તેલ ચોરવાનું જબરું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

- text

વધુમાં સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોયબીન તેલ ચોરી પ્રકરણમાં હાજીશા બાવુશા ફકીર, રહે. ગોતલ, તા. રાધનપુર, જિલ્લો પાટણ અને તેજરામ બાબુરામ પ્રજાપતિ, રહે.મૈત્રી, જિલ્લો ઝાલોદ, રાજસ્થાન વાળાને ટેન્કર નંબર જીજે ૧૨ એ.ઝેડ. ૯૮૨૭ તેમજ ટેન્કર નંબર જીજે એ.વાય. ૫૭૮૬ સાથે ઝડપી લઈ ટેન્કર સહિત કુલ રૂપિયા ૩૩,૪૦,૧૨૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

સોયબીન તેલ ચોરી મામલે સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરના પીએસઆઇ કે.બી.રાજવીની ફરિયાદ ના આધારે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી બન્ને આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને આ મામલે માળીયા મિયાણા પોલીસ મથકના અમૃતભાઈ પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

 

- text