મોરબીમાં ડોકટર્સ ડે નિમિતે એસો. ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા પેરેન્ટિંગ સેમિનાર યોજાયો

- text


મોરબી : ઈન્ટરનેશનલ ડોક્ટર્સ ડે નિમિતે મોરબી એશોશિયેશન ઓફ પિડીયાટ્રીસિયન્સ દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે પેરેન્ટીંગ સ્કીલ સેમિનારનુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા ૨૧ મી સદી મા બાળકો ને કઈ રીતે સશક્ત બનાવવા તે વિષય પર વાલીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યામા ડોક્ટર્સ, શિક્ષકો, સામાજીક કાર્યકરો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત એ.ઓ.પી. પ્રેસિડન્ટ ડો. નિશ્ચલ ભટ્ટ, ડો. નિમા બેન સિતાપરા ( હીપ્નોથેરાપિસ્ટ- ટીનએજ સ્પેશીયાલીસ્ટ), ડો. મિલન ભાઈ રોકડ ( ચાઈલ્ડ ન્યુરો સાઈક્યાટ્રીસ્ટ) તેમજ ડો જાવડેકર ( એમ.ડી. સાઈક્યાટ્રીસ્ટ- બરોડા) સહીતના પ્રખર વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓ એ ૨૧ મી સદી મા બાળક ને કેવી રીતે પ્રફુલ્લીત તેમજ વિકસીત બનાવવુ, કીશોર વયના બાળકોને થતી સમસ્યાઓનુ માતા- પિતા દ્વારા કઈ રીતે સમાધાન કરવુ, બાળકો ને લગતી મનો વૈજ્ઞાનિક સમસ્યાઓ જેવીકે માનસિક તાણ, ડીપ્રેશન, ગમગીની, ધુન રોગ સહીત ના ની સમજણ તેમજ માર્ગદર્શન અને તેના ઉપાયો, બાળ સમતોલ આહાર, શાળાકીય કારકીર્દી નુ સંચાલન સહીત ની બાબતો પર માર્ગદર્શન આપ્યુ હતુ.

- text

ઉપરાંત માતા પિતા અને બાળક વચ્ચે નુ અંતર કઈ રીતે ઘટી શકે તેમજ બાળકોના માનસ તેમજ મનને કઈ રીતે ઓળખવુ તે અંગે નુ સવિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ. તે ઉપરાંત બાળ સમતોલ આહાર કે જેથી બાળકો ની તંદુરસ્તી જળવાય રહે તે વિશે જણાવ્યુ હતા. આ તકે શહેર ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા, ડો. સતિષ ભાઈ પટેલ, આસિ. કલેક્ટર અનિલ ગોસ્વામી, શિક્ષક સંઘ પ્રમુખ મનોજ ભાઈ ઓગણજા, પી.ડી. કાંજીયા સાહેબ સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ટાઉન હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી એસોશિયેશન્સ ઓફ પિડીયાટ્રીસિયન્સ ના પ્રેસિડન્ટ- ડો. દીનેશ ભાઈ પટેલ, સેક્રેટરી- ડો. મનિષ ભાઈ સનારીયા, ટ્રેજરર ડો. સંદીપ ભાઈ મોરી સહીતના બાળ રોગના નિષ્ણાંત ડોક્ટર્સએ જહેમત ઉઠાવી હતી.

- text